સર્વશ્રેષ્ઠ કમાન્ડ હૉસ્પિટલોને રક્ષામંત્રી ટ્રોફી એનાયત કરાઈ
Live TV
-
રક્ષામંત્રી રાજનાથ સિંહે 16 ઑક્ટોબર, 2020ના રોજ સશસ્ત્ર સેના ચિકિત્સા સેવા (AFMS) ના સર્વશ્રેષ્ઠ અને દ્વિતીય સર્વશ્રેષ્ઠ કમાન્ડ હૉસ્પિટલોને વર્ષ 2019 માટે રક્ષામંત્રી ટ્રોફી પ્રદાન કરી હતી.
કમાન હૉસ્પિટલ વાયુ સેના બેંગ્લોર અને કમાન હૉસ્પિટલ કલકત્તાને ક્રમશઃ 2019 માટે સર્વશ્રેષ્ઠ અને દ્વિતીય સર્વશ્રેષ્ઠ કમાન હૉસ્પિટલ તરીકે પસંદગી કરવામાં આવી છે. પુરસ્કાર સમારોહમાં રક્ષા સચિવના વરિષ્ઠ સૈન્ય અધિકારી અને ગણમાન્ય નાગરિકો પણ સામેલ થયા હતા.
રક્ષામંત્રીએ AFMS બંને હૉસ્પિટલોના ઉત્કૃષ્ટ પ્રદર્શનના વખાણ કરતા કહ્યું કે, તેમની ખાસ પ્રકારની સેવાઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં યુદ્ધક ચિકિત્સા સહાયતાથી લઈને અર્ધ ક્ષેત્રીય, ઝોનલથી લઈને અત્યાધુનિક સ્વાસ્થય સેવાના સંચાલનમાં તૈનાત સૈનિકો સામેલ છે.
