સિલકયારા ટનલમાં ફસાયેલ 41 શ્રમવીરને બચાવવા વર્ટીકલ બોરિંગનું કામ ચાલુ
Live TV
-
સિલકયારા ટનલમાં ફસાયેલ 41 શ્રમવીરને બચાવવા વર્ટીકલ બોરિંગનું કામ ચાલુ
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં તૂટી પડેલી સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું અભિયાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. જેમાં વર્ટિકલ ડ્રિલિંગ હેઠળ 36 મીટર ડ્રિલિંગનું કામ પૂરૂં કરાયું છે. ઓગર મશીન સહિત અન્ય અવરોધો પણ દૂર કરવામાં આવ્યા છે. તો બચાવ અભિયાન પર રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકાર પણ લગાતાર દેખરેખ કરી રહી છે. પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ પી.કે. મિશ્રા, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા અને ઉત્તરાખંડના મુખ્ય સચિવ સુખવિરસિંઘ સંધુએ સિલ્ક્યારા ટનલમાં રાહત અને બચાવ કાર્યની સમીક્ષા કરી હતી. સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા શ્રમિકોના સ્વાસ્થ્યની જાણકારી માટે રોબોટિક ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે શ્રમિકોની સુરક્ષા માટે સુરંગના મુખ્ય દ્વાર પર પ્રાર્થના અને હવન પણ કરાઈ રહ્યો છે. તો સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બચાવ કાર્ય પર પીએમ મોદીએ કહ્યું કે, સરકાર અને તમામ એજન્સીઓ ફસાયેલા મજૂરોને બહાર કાઢવાના કામમાં કોઈ કચાશ નથી છોડી રહી. પ્રધાનમંત્રીએ ફસાયેલા શ્રમિકો માટે પ્રાર્થના કરવા પણ અપીલ કરી હતી.
