હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થયેલ બરફ વર્ષાને કારણે હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશના તપમાનમાં થયો ઘટાડો
Live TV
-
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થયેલ બરફ વર્ષાને કારણે હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશના તપમાનમાં થયો ઘટાડો
કમોસમી વરસાદ બાદ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષા થઈ છે. બરફ વર્ષાને કારણે પહાડો પર બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ છે. બંને રાજયમાં થયેલ બરફ વર્ષાનાં કારણે હિમાલયની તળેટીમાં રહેલ મેદાની રાજ્ય હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશના તપમાનમાં ઘટાડો થયો છે. લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો છે. દિલ્હી એન.સી.આર પહેલાંથી જ ખરાબ હવામાનનો માર સહન કરતું હતું ત્યારે હવે ઠંડી વધતા વાતાવરણ વધુ અસહનીય બન્યું છે.