Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટે કાંવડ યાત્રાના રૂટ પર નેમપ્લેટ લગાવવાના આદેશ પર રોક લગાવી

Live TV

X
  • ઉત્તર પ્રદેશ સરકાર બાદ ઉત્તરાખડ સરકારે કાંવડ યાત્રાના રૂટ પર ખાણીપીણી દુકાન માલિકોના નામ લખવા નિર્દેશ કર્યો હતો જેના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી

    સુપ્રીમ કોર્ટે કાંવડ યાત્રા દરમિયાન દુકાનો પર માલિકોના નામ લખવાના ઉત્તર પ્રદેશ સરકારના આદેશ પર વચગાળાનો સ્ટે મૂકી દીધો છે. જસ્ટિસ હૃષિકેશ રાયની આગેવાની હેઠળની બેંચે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશની સરકારોને સ્ટે લાદતા નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે તેમની પાસેથી જવાબ માંગ્યો છે અને કેસની આગામી સુનાવણી 26 જુલાઈના રોજ નિયત કરી છે.

    એનજીઓ એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ સહિત ઘણા અરજદારોએ ઉત્તર પ્રદેશ સરકારના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં યુપી સરકાર, રાજ્યના ડીજીપી અને મુઝફ્ફરનગરના એસએસપી ઉપરાંત ઉત્તરાખંડ સરકારને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

    વાસ્તવમાં, ઉત્તર પ્રદેશ સરકારે 19 જુલાઈના રોજ એક આદેશ જારી કરીને કાંવડ યાત્રા માર્ગ પરના તમામ દુકાનદારોને તેમની દુકાનો આગળ તેમના નામ લખવાનું ફરજિયાત બનાવ્યું હતું, જેના કારણે રાજકીય ખળભળાટ મચી ગયો છે.

    માલિકોના નામ લખવા દબાણ ન કરવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ

    જસ્ટિસ હૃષિકેશ રાયની અધ્યક્ષતાવાળી બેન્ચે આજે આ અરજીઓ પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કંવર યાત્રા રૂટ પર આવેલી ખાણીપીણીની દુકાનોને માલિકોના નામ લખવા માટેના સરકારી નિર્દેશ પર રોક લગાવી દીધી છે. કંવર યાત્રા રૂટ પર સ્થિત ભોજનાલયોને માલિકોના નામ લખવા માટેના નિર્દેશને પડકારતી અરજીઓ પર કોર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશની સરકારોને નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે તેમનો જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ખાદ્ય વિક્રેતાઓને માલિકો અને કર્મચારીઓના નામ લખવા માટે દબાણ ન કરવું જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply