Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટે સુશાંત સિંહ રાજપૂતના આપઘાત મામલે CBI તપાસના આદેશ આપ્યા

Live TV

X
  • કોર્ટે મુંબઈ પોલીસને અત્યાર સુધીની તપાસમાં એકત્ર કરાયેલા તમામ પુરાવા સીબીઆઈને સોંપવા આદેશ કર્યો

    અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના કહેવાતા આપઘાતના કેસની તપાસ સીબીઆઇ કરી શકે છે એવો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. અભિનેત્રી અને સુશાંતની કહેવાતી દોસ્ત રિયા ચક્રવર્તીએ આ કેસની તપાસ સીબીઆઇ ન કરે એવી માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

    સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દેતાં પટણામાં થયેલી એફઆઇઆરને વાજબી ગણાવી હતી. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય જાહેર થતાંજ વિવિધ પ્રતિભાવો આવ્યા હતા. અભઇનેત્રી કંગના રનૌતે કહ્યું હતું કે આ જીત માનવતાની છે. તો અંકિતા લોખંડેએ કહ્યું હતું કે હવે આ કેસની યોગ્ય તપાસ થશે. સુશાંતના પરિવારે પણ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને આવકારતાં એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે હવે સુશાંતના આત્માને શાંતિ મળશે.

    સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે કહ્યું હતું, સુપ્રીમ કોર્ટે એ પણ આદેશ આપ્યો હતો કે આ કેસમાં અન્ય કોઈ FIR થશે તો તેની તપાસ પણ CBI જ કરશે. અમને આશા છે કે ટૂંક સમયમાં ન્યાય મળશે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી પરિવાર ઘણો જ ખુશ છે.

    રિયા ચક્રવર્તીએ કેસને પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી. 11 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને લેખિતમાં જવાબ આપવાનું કહ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply