સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે મીડિયા પ્રોડક્શન પર SOP જારી કરી
Live TV
-
મીડિયા જગતમાં થતા પ્રોડક્શન વર્ક માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા વિગતવાર માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે..કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કાર્યક્રમના પ્રોડક્શન શુટિંગ માટે જારી થયેલી Standard Operating Procedure ની જાણકારી આપતાં તેમણે જણાવ્યું હતું , કે ગાઇડલાઇનના પાલન સાથે હવે આ તમામ પ્રોડક્શન શુટિંગની કામગીરી શરૂ થઇ શકશે. કોરોના મહમારીને કારણે ફિલ્મ અને ટીવી પ્રોડક્શન શુટિંગ કામગીરી , લાંબા સમયથી અટકેલી હતી. ગાઇડલાઇન મુજબ કેમેરા સામે રહેલી વ્યક્તિને બાદ કરતાં , પ્રોડક્શન સાથે સંકળાયેલા તમામ લોકો માટે સોસિયલ ડિસ્ટન્સ જાળવવું , અને માસ્ક ધારણ કરવું અનિવાર્ય બની રહેશે. શુટિંગ સ્થળના સેનેટાઇઝેશન પર પણ માર્ગદર્શિકામાં ભાર મુકવામાં આવ્યો છે.આ માર્ગદર્શિકા નીચે મુજબ છે..
- ઉચ્ચ જોખમ ધરાવતા કર્મચારીઓ વધુ સાવચેતી રાખે
- તમામ જાહેર અને કાર્યક્ષેત્ર પર ચહેરાના માસ્ક મૂકો
- હાથ ધોવા ફરજિયાત
- કાર્યક્ષેત્રના તમામ વિસ્તારોમાં સેનિટાઇઝરનો ઉપયોગ કરો
- ખુલ્લામાં થૂંકશો નહીં
- આરોગ્ય સેતુ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની સલાહ
- તમામ પ્રવેશદ્વાર પર થર્મલ સ્ક્રિનિંગ
- દરેક સમયે 6 ફૂટનું અંતર અનુસરો
- પરિસરમાં ભીડ ન થાય તે માટે પૂરતા અંતરે ચોક્કસ નિશાનો બનાવો
- કાર્યસ્થળમાં સેનિટાઇઝેશન સમય સમય પર થવું જોઈએ
- શૂટિંગ, રેકોર્ડિંગ, એડિટિંગ સ્થળોમાં 6 ફૂટનું અંતર જાળવવું
- શૂટિંગ દરમિયાન ઓછામાં ઓછા કાસ્ટ ક્રૂ સભ્યો રહે
- કોઈ પ્રેક્ષકો અથવા અન્ય મુલાકાતીઓ સેટ પર ન આવે
- મેક-અપ રૂમ, વેનિટી વાન, બાથરૂમ નિયમિતપણે સેનીટાઈઝ કરો
- પી.પી.ઇ કીટ, માસ્ક, બૂટની પૂરતી ઉપલબ્ધતા
- કેમેરામાં આવતા અભિનેતાઓ સિવાય તમામ કાસ્ટ ક્રૂને માસ્ક ફરજિયાત લગાવવુ
- મેક-અપ, મેકઅપ વિગ, કપડાં ઓછામાં ઓછા વિભાજીત થવા જોઈએ
- મેક-અપ આર્ટિસ્ટ, હેર સ્ટાઈલિશ પી.પી.ઇ કીટનો ઉપયોગ કરો
- લેપલ માઇકનો ઉપયોગ કરવાનું ટાળો
- વહેંચાયેલ સાધનોનો ઉપયોગ કરીને ગ્લોવ્સ પહેરો -
- પ્રોપ્સનો ઓછો ઉપયોગ કરો, ઉપયોગ કરતા પહેલા સેનેટાઈઝ કરો
