બિહારમાં પૂરથી ગંભીર બની સ્થિતિ, 16 જિલ્લાના લાખો લોકો અસરગ્રસ્ત
Live TV
-
મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત પહોચાડવા પૂર પ્રભાવિત જિલ્લાના અધિકારીઓને નિર્દેશ અપ્યો
દેશના વિવિધ ભાગોમાં વરસાદ અને પૂરના પગલે જનજીવન ઉપર ગંભીર અસર થઇ છે. બિહારમાં પૂરની સ્થિતિ ગંભીર બની છે. કોસી અને ગંડક ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે પૂરની સ્થિતિ ગંભીર છે. ગંગા નદી પણ ધણાં સ્થળોએ ભયજનક સપાટીની ઉપર વહી રહી છે. રાજયના 16 જિલ્લાની 83 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. ઉત્તર બિહારના ધણા વિસ્તારોમાં પૂરનું પાણી ઉતરી ગયું છે. પૂરના પાણીથી ઉપજાઉ જમીન - ઘરોને મોટાપાયે નુકશાન થયું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની 26 ટીમ રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. ઉત્તર પ્રદેશના 16 જિલ્લામાં 1090 ગામો પૂરથી પ્રભાવીત છે. શારદા, રાપ્તી સરયું નદી ભયજનક સપાટીની ઉપર વહી રહી છે. મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત પહોચાડવા પૂર પ્રભાવિત જિલ્લાના અધિકારીઓને નિર્દેશ અપ્યો છે. બચાવ કામગીરી માટે NDRF ની 15 ટીમ અને SDRF અને પીએસીની સાત ટીમ લગાવવામાં આવી છે. મધ્ય પ્રદેશ માટે હવામાન વિભાગે રાજ્યના શહેદોલ, જબલપુર ઉજૈન્ન ઇન્દોર હોશંગાબાદ, ભોપાલ, ગ્વાલીયર, અને ચંબલ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. પ્રદેશની નદીઓનું જળસ્તર વધવાથી બંધોના દરવાજા સમયાંતરે ખોલવામાં આવે છે. દક્ષિણ બંગાળમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે. કોલકાતા, હાવડા અને હુબલી વિસ્તારોમાં ભારે વરસાદ અને નદીઓના જળ સ્તરમાં વધારો જોવા મળ્યો છે
