Skip to main content
Settings Settings for Dark

દિવંગત રાજનેતા સ્વ.અરૂણ જેટલીની આજે પ્રથમ પુણ્યતિથિ

Live TV

X
  • પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી અરુણ જેટલીને કર્યા યાદ, અનેક રાજનેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

    દિવંગત રાજનેતા અને એનડીએ સરકાર માં વિવિધ પદ સંભાળનાર અરૂણ જેટલીની આજે પ્રથમ પુણ્યતિથિ છે. ભાજપના સંગઠનમાં અરૂણ જેટલીની ભુમિકા સર્વોપરી રહી છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રવકતાના રૂપમાં અને ઘણા રાજ્યોના સંગઠન પ્રભારી તરીકે મહત્વની ભૂમિકા ભજવી ચુક્યા છે. અરૂણ જેટલી ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય, અને સંસદીય દળના સભ્ય તરીકે લાંબા સમય સુધી રહ્યાં હતાં. દિલ્હી યુનિર્વસિટીમાં વિદ્યાર્થી નેતા તરીકે તેમણે કારકીર્દી શરૂ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારમાં સંરક્ષણ, નાણા, કોર્પોરેટ અને માહિતી પ્રસારણ ખાતું સંભાળી ચુક્યા છે. તેમને ભાજપના સંકટ મોચક તરીકે યાદ કરવામાં આવશે. 2019માં આરોગ્ય કારણોસર તેમનો કેબિનેટમાં સમાવેશ કરાયો ન હતો. ગત વર્ષે 24 ઓગષ્ટે 66 વર્ષે તેમણે દુનિયાને અલવિદા કહી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply