Skip to main content
Settings Settings for Dark

સોનમ વાંગચુકની ધરપકડ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Live TV

X
  • સુપ્રીમ કોર્ટ આજે લદ્દાખ પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકની ધરપકડ સામે દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરશે. આ અરજી તેમની પત્ની ગીતાંજલિ આંગ્મોએ 2 ઓક્ટોબરના રોજ દાખલ કરી હતી. અરજીમાં લખવામાં આવ્યું કે, વાંગચુકની ધરપકડ રાજકીય કારણોસર કરાઈ. તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરાયું. તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરાઈ.

    સોનમ વાંગચુકની 24 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને રાજસ્થાનની જોધપુર જેલમાં રાખવામાં આવ્યા છે. લદ્દાખના લેહમાં થયેલી હિંસક ઘટનાઓ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી ન્યાયાધીશ અરવિંદ કુમાર અને એન.વી. અંજારિયાની બેન્ચ દ્વારા કરવામાં આવશે.

    બીજી તરફ, લદ્દાખ વહીવટીતંત્રે પોતાની કાર્યવાહીનો બચાવ કરતા કહ્યું છે કે ધરપકડ સંપૂર્ણપણે કાનૂની આધારો અને નક્કર પુરાવાઓના આધારે કરવામાં આવી હતી. વહીવટીતંત્રે આ દાવાઓને "પાયાવિહોણા" ગણાવ્યા છે અને ભાર મૂક્યો છે કે ધરપકડ અને સંબંધિત કાર્યવાહી વિશ્વસનીય માહિતી, દસ્તાવેજો અને કાનૂની આધારો પર આધારિત હતી.

    વહીવટીતંત્રે એમ પણ જણાવ્યું હતું કે વાંગચુકની સંસ્થા, હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ્સ લદ્દાખની તપાસ ચાલી રહી છે. એવો આરોપ છે કે સંસ્થા માન્યતા વિના ડિગ્રીઓનું વિતરણ કરી રહી હતી, જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જોખમ ઊભું થઈ શકે છે. વધુમાં, નાણાકીય દસ્તાવેજોમાં વિદેશી દાન યોગ્ય રીતે જાહેર કરવામાં આવ્યું ન હતું.

    તેવી જ રીતે, વાંગચુક સાથે સંકળાયેલી બીજી સંસ્થા, SECMOL ની FCRA (વિદેશી યોગદાન નિયમન અધિનિયમ) નોંધણી પણ અનેક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રદ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply