Skip to main content
Settings Settings for Dark

'હર હર મહાદેવ'ના નાદથી ગુંજ્યા ઉત્તર ભારતના શિવાલયો

Live TV

X
  • શ્રાવણની શિવરાત્રિ પર મંદિરોમાં આજે સવારથી ઉમટી દર્શનાર્થીઓની ભીડ. ગંગાજળથી ભગવાન શિવનો જળાભિષેક કરાયો. કાવડ યાત્રા પહોંચી અંતિમ તબક્કામાં.

    શ્રાવન માસની આજે શિવરાત્રિ છે. ત્યારે, આજના દિવસે દેશભરના શિવાલયોને શણગારવામાં આવ્યા છે. 'હર હર મહાદેવ'ના નાદ સાથે દેશભરના શિવાલયો ગૂંજી ઉઠ્યા છે. ઉજ્જૈનમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. આજના આ ખાસ અવસરે શ્રદ્ધાળુઓ દ્વારા મહાદેવનો અભિષેક કરવામાં આવશે. તો બીજી તરફ, દેશભરના શિવ મંદિરોમાં શ્રાવન શિવરાત્રિ પર ભક્તોની ભારે ભીડ ઉમટી છે. તો, આજે અયોધ્યાની સરયૂ નદીમાં શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવશે.  

    ભક્તોની ભારે ભીડ જોવા મળી

    શિવરાત્રી નિમિત્તે રાતથી દેશભરના શિવ મંદિરોમાં જલાભિષેક માટે ભક્તોની ભારે ભીડ જામી છે. લોકો શિવ મંદિરોમાં લાંબી કતારોમાં પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે. ભલે શ્રાવણ મહિના દરમિયાન શિવ મંદિરોમાં ભીડ રહેતી હોય, પરંતુ મહાશિવરાત્રીના દિવસે જલાભિષેક કરનારા લોકોની સંખ્યા વધુ વધી જાય છે

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply