Skip to main content
Settings Settings for Dark

હવામાન એલર્ટ: દેશના 15થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આફત

Live TV

X
  • હવામાન એલર્ટ: દેશના 15થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આફત, બિહાર-આસામ સહિત આ વિસ્તારો માટે 'ઓરેન્જ એલર્ટ'

    દેશભરમાં ચોમાસું પુરેપુરી રીતે સક્રિય થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગએ દેશના વિવિધ ભાગોમાં આગામી ૨૪ કલાક દરમિયાન અતિભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વથી લઈને પશ્ચિમ અને ઉત્તરથી લઈને દક્ષિણ ભારતના રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે. ઉત્તર-પૂર્વના રાજ્યો અને બિહાર-યુપીના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની આશંકા વચ્ચે તંત્રને એલર્ટ રહેવા આદેશ અપાયા છે.

    આ રાજ્યો માટે 'ઓરેન્જ એલર્ટ' 

    હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, બિહાર અને પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમ, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને તેના નીચલા હિમાલયના વિસ્તારોમાં દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 

    આ વિસ્તારોમાં પણ 'ભારે વરસાદ'ની આગાહી

    આ સિવાય દેશના અન્ય ભાગોમાં પણ મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળશે. જેમાં કર્ણાટકના દરિયાકાંઠાના ભાગો, પૂર્વ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાની વિસ્તારો, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળશે.

    દિલ્હી-NCRમાં રાતથી જ રમઝમ 

    રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો (NCR)માં ગઈકાલ રાતથી જ ધીમી ધારે અને કેટલાક વિસ્તારોમાં તેજ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના મતે, આજે દિવસ દરમિયાન પણ દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સમયાંતરે વરસાદી ઝાપટાં પડવાનું ચાલુ રહેશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે.

    હવામાન વિભાગની સલાહ

    ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદી કે નાળા કિનારે ન જવા અને જરૂર વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થવાની પણ સંભાવના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply