હિડનબર્ગના રિસર્ચ રિપોર્ટ પર SEBIની રોકાણકારોને સાવધાન રહેવા અપીલ
Live TV
-
SEBIએ કહ્યું કે, હિડનબર્ગએ જાતે જ ફરી વાર તેમણે જાહેર કરેલ રીપોર્ટ પર ટીપ્પણી કરીને ખુલાસો આપ્યો
હિડનબર્ગનના રિસર્ચ રિપોર્ટ પર SEBIએ રોકાણકારોને સાવધાન રહેવા અપીલ કરી છે. SEBIએ કહ્યું કે, હિડનબર્ગએ જાતે જ ફરી વાર તેમણે જાહેર કરેલ રીપોર્ટ પર ટીપ્પણી કરીને ખુલાસો આપ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, કંપનીના શેરમાં કંપનીની પોતાની શોક પોઝીશન હોઈ શકે છે. REIT રેગ્યુલેશન પર પણ હિડનબર્ગના આરોપોને SEBIએ જવાબ આપ્યો છે, જેમાં કહ્યું છે કે, SEBI કોઈ એક કંપનીને ફાયદો પહોંચાડતી નથી. SEBI ચેરમેને નિયમોને આધારે સમયાનુસાર સિક્યોરીટીઝમાં તેમના રોકાણની સંપૂર્ણ જાણકારી આપી છે. SEBIએ એક મજબુત રેગ્યુલેટરી બોર્ડ તૈયાર કર્યું છે, જે સર્વોત્તમ વૈશ્વિક પ્રથાઓને અનુસરે છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટે પણ જાહરે કર્યું છે કે, SEBIએ 24 માંથી 22 મામલામાં તેમની તપાસ પૂર્ણ કરી છે, અને અન્ય બે મામલાની તપાસ હાલ ચાલી રહી છે. હિંડનબર્ગએ આરોપ લગાવ્યો છે કે, SEBIના અધ્યક્ષ માધવી પૂરી બુચ અને તેમના પતિ ધવલ બુચ પાસે અદાણી કંપની સાથે જોડાયેલ ઓફશેર સંસ્થાઓમાં હિસ્સેદારી છે. આ આરોપોનું ખંડન કરતા માધવી બુચએ કહ્યું છે કે, તેમનું જીવન પહેલાથી જ સાર્વજનિક છે અને તેમની દરેક સંપત્તિની પહેલાથી જાહેર કરવામાં આવી છે અને આગામી સમયમાં તેને ફરીથી જાહેર કરવી પડશે તો પણ તેઓ કરવા તૈયાર છે. બીજી તરફ હિડનબર્ગ રિપોર્ટ પર અદાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ આરોપો પાયા વિહોણા છે, અને આ આરોપો ભ્રામક છે, બુચ પરિવાર સાથે તેમનો કોઈ નાણાકીય વ્યવહાર થયો ન હોવાનું જણાવ્યું છે
