હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદ-ભૂસ્ખલનથી જનજીવન અસ્તવ્યસ્ત: રેડ એલર્ટ જાહેર
Live TV
-
હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદ-ભૂસ્ખલનથી જનજીવન અસ્તવ્યસ્ત: રેડ એલર્ટ જાહેર
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. બંને રાજ્યોમાં ઠેર ઠેર ભૂસ્ખલનના બનાવો બનતા પરિસ્થિતિ વધુ વણસી છે.
હિમાચલમાં માર્ગો અવરોધાયા, કેન્દ્રની ટીમ રવાના
હિમાચલ પ્રદેશના કૂલ્લૂ, મંડી અને સિરમૌર સહિત અનેક સ્થળોએ મોટા પાયે ભૂસ્ખલન થયા છે. ભારે વરસાદના કારણે રાષ્ટ્રીય રાજમાર્ગ 305 અને 707 સહિત ઘણા માર્ગો અવરોધાયા છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. હિમાચલમાં આ ગંભીર સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે બહુ-ક્ષેત્રીય ટીમનું ગઠન કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ મામલે વિશેષ સૂચનાઓ આપી છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ, શાળાઓ બંધ
ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યના દહેરાદૂન, અલ્મોડા, બાગેશ્વર અને ચમ્પાવત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, નૈનીતાલ અને પિથોરાગઢ માં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બંને જિલ્લામાં લોકોને સતર્ક રહેવાની સૂચના અપાઈ છે. ખાસ કરીને, નૈનીતાલમાં રેડ એલર્ટને કારણે શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
સ્થાનિક તંત્ર અને રાહત ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સક્રિય છે અને પરિસ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે.
