સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ, શોકાંજલિ અને વિપક્ષના હોબાળા સાથે થઈ શરૂઆત
Live TV
-
સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ, શોકાંજલિ અને વિપક્ષના હોબાળા સાથે થઈ શરૂઆત
આજથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. સત્રની શરૂઆત શોકાંજલિ અને વિપક્ષના ભારે હોબાળા સાથે થઈ હતી, જેના પગલે ગૃહની કાર્યવાહી બે વખત સ્થગિત કરવી પડી હતી.
શહીદો અને દિવંગતોને શ્રદ્ધાંજલિ
લોકસભામાં સૌપ્રથમ પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 26 જવાનોને શોકાંજલિ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત, 12 જૂને અમદાવાદ પ્લેન ક્રેશમાં દુઃખદ અવસાન પામેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 260 દિવંગતોને પણ શ્રદ્ધાંજલિ પાઠવી એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ભારતના અંતરિક્ષ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિ બદલ શુભાંશુ શુક્લાને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા.
વિપક્ષના હોબાળાથી ગૃહની કાર્યવાહી ખોરંભે
જોકે, સત્રની શરૂઆતથી જ વિપક્ષના ભારે હોબાળાને પગલે લોકસભાની કાર્યવાહી સવારે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. લોકસભા ફરીથી શરૂ થયા બાદ પણ વિપક્ષનો હોબાળો ચાલુ રહ્યો હતો. આથી, સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ અને સભાપતિએ વિપક્ષને સત્રના પ્રથમ દિવસે હોબાળો ન કરવા અનુરોધ કર્યો હતો.
મહત્વનું બિલ રજૂ થશે
આજના સત્રમાં લોકસભામાં ગોવામાં અનુસૂચિત જાતિ અને જનજાતિના પ્રતિનિધિત્વનું પુન:સમાયોજન 2014 બિલ રજૂ કરવામાં આવશે. આ બિલ કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલ રજૂ કરશે. સંસદનું ચોમાસુ સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં ઘણા મહત્વના બિલો પર ચર્ચા અને પસાર થવાની શક્યતા છે.
