હિમાચલ પ્રદેશ: સતત પડી રહેલ વરસાદને કારણે ભારે નુકસાન, શાળાઓમાં રજા જાહેર
Live TV
-
હિમાચલ પ્રદેશમાં સતત પડી રહેલ વરસાદને કારણે ભારે નુકસાન થયું છે.
હિમાચલ પ્રદેશમાં સતત પડી રહેલ વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. વરસાદથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ભૂસ્ખલન અને વૃક્ષો પડવાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. તો મંડીમાં વાદળ ફાટવાને કારણે વ્યાપક નુકસાન થયું છે.
રાજ્યના 452 રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર તમામ લોકોને બિનજરૂરી બહાર ન જવા જણાવ્યું છે. તો રાજ્યની દરેક શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાં આજે યોજાનારી દરેક પરીક્ષાઓને રદ કરવામાં આવી છે.
