Skip to main content
Settings Settings for Dark

​કેન્દ્રીય ગૃહમંત્રીએ અરુણાચલમાં ‘વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’નો આરંભ કરાવ્યો

Live TV

X
  • ભારતની સીમા સુરક્ષા ITBP અને ભારતીય સેનાની ઉપસ્થિતિના કારણે મજબૂત છે

    કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના અરૂણાચલ પ્રદેશના પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે. ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહની અરૂણાચલ પ્રદેશની આ પ્રથમ મુલાકાત છે. અમિત શાહ આજે નમતી મેદાનની મુલાકાત કરશે. અને વાલોંગ યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. અગાઉ સોમવારે અમિત શાહે અંજાવ જિલ્લાના સીમાવર્તી ગામ કિબિથૂમાં વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનો શુભારંભ કર્યો હતો. આ યોજના સીમાવર્તી ગામોમાં રહેનાર લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવામાં મદદ કરશે. તેમજ લોકોના પોતાના વતનમાં રહેવા માટે પ્રોત્સાહિત કરશે. 

    ​કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના સરહદી ગામ કિબિથૂમાં ‘વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’નો આરંભ કરાવ્યો છે. શાહે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, સરકારે ચાર હજાર, 800 કરોડ રૂપિયાના ખર્ચે ‘વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ને મંજૂરી આપી છે. આ કાર્યક્રમ હેઠળ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉત્તરીય સરહદને અડીને આવેલા 19 જિલ્લાના 46 તાલુકાનાં 2 હજાર 967 ગામોમાં વિકાસ માટે અલગ તારવવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં, 662 ગામોને અલગ કરાયાં છે, જેમાં અરુણાચલ પ્રદેશના 455 ગામોનો સમાવેશ થાય છે.

    અમિત શાહે કહ્યું હતું કે ભારતની નીતિ બિલકુલ સ્પષ્ટ છે કે આપણને શાંતિ જોઈએ છીએ. પરંતુ કોઈ આપણી એક ઈંચ જમીન પર પણ કબ્જો જમાવી શકે નહીં. ભારત અને ચીનની સીમા પર નો મેન્સ લેન્ડ વિસ્તારની આસપાસના ગામોમાં ચીન દ્વારા ઉકસાઉ કાર્યવાહીના કારણે લોકોના મનમાં ચિંતા વ્યાપી છે. જેને દૂર કરવા માટે અમિત શાહની આ મુલાકાત મહત્વની બની રહે છે. ભારતની સીમા સુરક્ષા ITBP અને ભારતીય સેનાની ઉપસ્થિતિના કારણે મજબૂત છે. ઉલ્લેખનીય છે કે કિબિથૂ ગામ ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખાથી લગભગ 11 કિમી અને ભારત, ચીન અને મ્યાનમાર ટ્રાઈ-જંક્શનથી લગભગ 40 કિમી દૂર છે.

    કેન્દ્રીય ગૃહમંત્રીએ અરુણાચલ પ્રદેશ, બિહાર, કેરળ અને આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ ખાતેના ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. સરહદી જિલ્લાઓના સ્વ-સહાય જૂથોની મહિલા સભ્યો દ્વારા બનાવેલ ઉત્પાદનોનું પ્રદર્શનના સ્ટોલની મુલાકાત કીધી હતી. આજે, અમિત શાહ નમતી ક્ષેત્રની મુલાકાત લેશે અને વાલોંગ યુદ્ધ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply