છેલ્લા સાડા આઠ વર્ષમાં ઈશાન ભારતના વિકાસ માટે કેન્દ્રએ પાંચ લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા :કેન્દ્રિય મંત્રી જી. કિશન રેડ્ડી
Live TV
-
કેન્દ્રિય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડીએ છેલ્લા સાડા આઠ વર્ષમાં ઈશાન ભારતના વિકાસ માટે કેન્દ્રએ પાંચ લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનું જણાવ્યુ છે. અગરતલામાં એક કાર્યક્રમમાં બોલતા, રેડ્ડીએ કહ્યું કે સરકાર ઉત્તર-પૂર્વમાં વિશ્વ સ્તરીય માળખાકીય સુવિધાઓ લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈશાન ભારતમાં રેલવે પ્રોજેક્ટ્સ પર લગભગ 78 કરોડ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે.
રાજ્ય સચિવાલય ખાતે ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા સાથે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યા બાદ રેડ્ડીએ કહ્યું કે ટૂંક સમયમાં કેન્દ્રિય મંત્રીઓ ચીન, મ્યાનમાર અને બાંગ્લાદેશની સરહદે આવેલા વાઇબ્રન્ટ સરહદી ગામોની મુલાકાત લેશે અને તે બાદ સરકારના વરિષ્ઠ અધિકારીઓ આ સરહદી ગામોમાં રાત્રિ રોકાણ કરશે.
તેમણે કહ્યું કે અંદાજે આગામી પોણા 2 વર્ષમાં ગામડાઓમાં સેલ ફોન કનેક્ટિવિટી હશે અને તેમને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ બેન્ડવિડ્થ આપવામાં આવશે.
