Skip to main content
Settings Settings for Dark

ભારતના ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપ્યો

Live TV

X
  • ​ભારતના ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપ્યો છે. તો બીજી તરફ પંચે તૃણમુલ કોંગ્રેસ, ભારતીય સામ્યવાદી પક્ષ (CPI) તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (NCP) નો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો પાછો ખેંચી લીધો છે.

    ચૂંટણી પંચે ગઈકાલે જાહેર કરેલ આદેશમાં જણાવ્યું કે, ગુજરાતમાં રાજ્ય સ્તરીય પક્ષ તરીકે માન્યતા મેળવ્યા બાદ આમ આદામી પાર્ટી ચાર રાજ્યો, દિલ્હી, પંજાબ, ગોવા અને ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષ બન્યો છે.

    પંચે જણાવ્યું કે, પાર્ટીએ રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા મેળવવા જરૂરી શરતો પૂરી કરી છે. પંચે મણિપુર અને અરૂણાચલપ્રદેશમાં તૃણમુલમાં કોંગ્રેસની રાજ્યસ્તરીય પક્ષનો દરજ્જો પાછો ખેંચી લીધો છે, તેમજ પશ્વિમ બંગાળ, ઓડિશામાં ભારતીય સામ્યવાદી પક્ષ અને ગોવા, મણિપુર અને મેઘાલયમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ – એનસીપીની રાજ્ય સ્તરીય પક્ષ તરીકેનો દરજ્જો પાછો ખેંચી લીધો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply