22 એપ્રિલથી શરૂ થશે ચારધામ યાત્રા તો, બદ્રીનાથ ધામના કપાટ આગામી 27 એપ્રિલે ખોલવામાં આવશે
Live TV
-
ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાની હવે શરુઆત થશે. શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, બદ્રીનાથ ધામના કપાટ આગામી 27 એપ્રિલે ખોલવામાં આવશે. સમિતિ દ્વારા મંદિરના દ્વાર ખોલતા પહેલા રંગ રોગાન, સફાઈ અને પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. દ્વાર ખુલતાની સાથે જ શિવ ભક્તો દર્શન અને પૂજા કરી શકશે.
22 એપ્રિલથી શરૂ થશે ચારધામ યાત્રા. આ માટેની તૈયારીઓ જોરશોર સાથે શરૂ કરી દેવામાં આવી છે. આ માટેના કેટલાક નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે જેમાં સ્થાયી લોકોએ દર્શન માટે કોઈ પણ જાતની પરવાનગી લેવાની રહેશે નહીં. આ યાત્રા માટે અન્ય યાત્રિકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જ્યારે પગપાળા યાત્રા કરનાર યાત્રિકોએ પોતાના સ્વાસ્થ્ય માટેનું ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું રહેશે. તીર્થ યાત્રિકો પોતાની નોંધણીના નિર્ધારિત સમયગાળા મુજબ જ યાત્રા કરી શકશે. આ વખતે ઘોડા-ખચ્ચર ચાલકોએ પણ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
ચારધામ યાત્રા માટે અત્યારસુધીમાં 15 લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે. ચારધામ યાત્રા માટેની સંપૂર્ણ તૈયારીમાં વહીવટીતંત્ર સતત કાર્યરત છે.
