27મી ફેબ્રુઆરીથી આગામી બીજી માર્ચ સુધી સૌપ્રથમ “ઇન્ડિયા ટોય ફેર” યોજાશે.
Live TV
-
સ્વદેશી રમકડાના ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા 27મી ફેબ્રુઆરીથી બીજી માર્ચ દરમિયાન સૌ પ્રથમ ઇન્ડિયા ટોય ફેર યોજાનાર છે. કેન્દ્રિય કાપડ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય અને ઉદ્યોગ મંત્રાલયનાસંયુક્ત ઉપક્રમે વર્ચ્યુઅલ માધ્યમથી આ ફેર યોજાશે. જેમાં ગુજરાતનાં 50થી વધુ રમકડા ઉત્પાદન તેમજ વિક્રેતા પોતાના રમકડાનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત આઇ.આઇ.ટી.ગાંધીનગરના સેન્ટર ફોર ક્રિએટીવ લર્નિંગ, તેમજ ગુજરાત કાઉન્સીલ ઓફ એજ્યુકેશન, રિસર્ચ અને ટેકનોલોજી –જી.સી.ઇ.આર.ટી.ના પણ 10 સ્ટોલ્સ આ ટોયફેરમાં જોવા મળશે, જેમાં 143 જેટલા અલગ અલગ પ્રકારના રમકડા નિહાળી શકાશે.
