દેશમાં અત્યાર સુધીમાં એક કરોડ 10 લાખ 85 હજારથી વધુ લોકોને કોવિડની રસી આપવામાં આવી
Live TV
-
દેશમાં અત્યાર સુધીમાં એક કરોડ 10 લાખ 85 હજારથી વધુ લોકોને કોવિડની રસી આપવામાં આવી છે. દરમિયાન દેશનાં કોવિડનાં દર્દીઓ સાજા થવાનો દર વધીને 97.25 ટકા થયો છે. છેલ્લાં 24 કલાકમાં કોવિડનાં 11 હજાર 667 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા એક કરોડ 6 લાખ 89 હજારથી વધુ થઈ છે. આ સમયગાળામાં કોવિડનાં 14 હજાર 264 નવા કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં કોવિડનાં 90 દર્દીઓનાં મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને એક લાખ 56 હજાર 302 થયો છે.
