37મી નેશનલ ગેમ્સનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં હસ્તે ગોવાનાં જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમમાં ઉદઘાટન
Live TV
-
37મી નેશનલ ગેમ્સનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં હસ્તે ગોવાનાં જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમમાં ઉદઘાટન
ગોવામાં 37મી રાષ્ટ્રીય રમતોની શરૂઆત થઇ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગોવામાં જવાહર લાલ નહેરુ સ્ટેડિયમ પહોંચ્યા હતા. ઉદ્દઘાટન સમારોહમાં કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુર, ગોવાના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. 26મી ઓક્ટોબરથી નવમી નવેમ્બર સુધી ચાલનાર રમતોનું પ્રથમવાર ગોવામાં આયોજન કરવામાં આવ્યુ છે. અને આ વખતે 43 રમત સ્પર્ધા યોજાઇ રહી છે. જેમાં 10,000થી વધુ એથ્લિટ ભાગ લઇ રહ્યાં છે. આ રમતોમાં 28 રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશો અને સર્વિસિસની ટીમ ભાગ લેશે. ભારતમાં આયોજિત થનાર રાષ્ટ્રીય રમત મલ્ટી સપોર્ટ ઈવેન્ટ્સ છે. રાષ્ટ્રીય રમતોત્સવના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ વખતે કેન્દ્રીય રમતગમત માટે છેલ્લા નવ વર્ષની સરખામણીમાં ત્રણ ગણુ થયુ છે. તેમણે કહ્યું હતું કે આજે ભારતની સ્કિલ અને સ્પીડનો મુકાબલો કરવો મુશ્કેલ છે.
