Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ "નમો શેતકારી મહાસમ્માન નિધિ યોજના"નો શુભારંભ કરાવ્યો, PM મોદી મહારાષ્ટ્ર અને ગોવાના પ્રવાસે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ "નમો શેતકારી મહાસમ્માન નિધિ યોજના"નો શુભારંભ કરાવ્યો, PM મોદી મહારાષ્ટ્ર અને ગોવાના પ્રવાસે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર અને ગોવાના પ્રવાસે છે. પ્રધાનમંત્રી મહારાષ્ટ્રમાં અહેમદનગર જિલ્લાના શિરડીમાં શ્રી સાંઈબાબા સમાધી મંદિરમાં પૂજા અને દર્શન કર્યા. મંદિરના પૂજારીઓએ મંત્રોચ્ચાર સાથે PM મોદીને પૂજન કરાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિરના નવા તૈયાર કરાયેલા દર્શન કતાર પરિસરનું ઉદ્દઘાટન કર્યુ. ત્યારબાદ પ્રધાનમંત્રીએ નિલવંડે બંધનું જળપૂજન કર્યુ હતું. નિલવંડે બંધનું એક નહેર નેટવર્ક રાષ્ટ્રને સમર્પિત કર્યુ હતુ. નિલવંડે બંધના પાણીથી સાત તાલુકાના 182 ગામોને લાભ થશે. જેને લગભગ 5 હજાર 177 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત કરવામાં આવી રહ્યો છે. સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ "નમો શેતકારી મહાસમ્માન નિધિ યોજના"નો પણ શુભારંભ કરાવ્યો. આ યોજનાથી મહારાષ્ટ્રના 86 લાખથી વધુ લાભાર્થીઓએ દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply