પ્રમાણિત બીજોનું ઉત્પાદન અને ખેડૂતોને નફો મળે તે અમારૂ લક્ષ્ય: ગૃહમંત્રી અમિત શાહ
Live TV
-
નવી દિલ્લી વિજ્ઞાન ભવન ખાતે ભારતીય બીજ સહકારી સમિતીના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા.
ગૃહમંત્રી અમિત શાહ સહકારી ક્ષેત્રના માધ્યમથી ઉન્નત અને પારંપરિક બીજના ઉત્પાદન પર રાષ્ટ્રીય પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રીએ સંબોધન દરમિયાન કહ્યું કે, આ સહકારી સંસ્થા દેશના ખેડૂતોને વૈજ્ઞાનિક રીતે ચકાસેલા અને ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ ઉપલબ્ધ કરવામાં મોટું યોગદાન આપશે. વિશ્વમાં બીજ નિકાસમાં ભારતનો હિસ્સો માત્ર 1% છે ત્યારે, બીજ નિકાસમાં પણ ભારતને નંબર 1 બનાવવું છે, જેમાં મીઠા બીજના ખાસ સંરક્ષિત અને પ્રોસેસ કરવામાં આવશે.’
ગૃહમંત્રીએ જણાવ્યું કે, ‘હાલની પરિસ્થિતિમાં દેશના ખેડૂતો પાસે વૈજ્ઞાનિક પદ્ધતિથી બનાવેલ બીજ નથી, ત્યારે નિર્ધારિત જગ્યામાં વિશ્વમાં સૌથી વધુ પાક લેવા માટે ઉચ્ચ ગુણવત્તા વાળા બીજ, ભારતના ખેડૂતો સુધી પહોંચાડવાનું કાર્ય આ સહકારી મંડળી કરશે, જેનાં માટે દેશની તમામ ખાનગી, સ્વૈછિક, સરકારી અને સહકારી સંસ્થાઓએ મળીને કામ કરવાનું છે. જે બીજનું પ્રોડક્શન, ટેસ્ટિંગ, સર્ટિફિકેશન, ખરીદી, પ્રોસેસિંગ, સ્ટોરેજ, બ્રાન્ડિંગ, લેબલિંગ, પેકેજિંગ અને એક્સપોર્ટનું કામ સર્વગ્રાહી રૂપે, સાથે મળીને કરશે. આ ઉપરાંત અમિત શાહે, ખેડૂતોને વિશ્વાસ આપતા કહ્યું હતું કે, ખેડૂતોનો નફો સીધો ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાની બાબત પણ એટલી જ મહત્વની છે.’
