ગોવામાં પ્રથમવાર નેશનલ ગેમ્સનું આયોજન, પ્રધાનમંત્રી 37મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી ગેમ્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને પણ સંબોધન કરશે.
પ્રધાનમંત્રી સાંજે લગભગ 06:30 વાગ્યે ગોવા પહોંચશે અને 37મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશમાં રમત-ગમત સંસ્કૃતિમાં ધરખમ પરિવર્તન આવ્યું છે. સતત સરકારી સહાયની મદદથી, એથ્લેટ્સના પ્રદર્શનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જબરદસ્ત સુધારો જોવા મળ્યો છે. ટોચના પર્ફોર્મર્સને ઓળખવા અને રમતગમતની લોકપ્રિયતામાં વધુ વધારો કરવા માટે રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ યોજવાના મહત્વને ઓળખીને, દેશમાં રાષ્ટ્રીય રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રી આજે પંડિત જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, મારગોવા ખાતે 37મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કરશે. ગેમ્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને પણ સંબોધન કરશે. ગોવામાં પ્રથમવાર નેશનલ ગેમ્સ યોજાઈ રહી છે. આ ગેમ્સ આજથી 9 નવેમ્બર દરમિયાન યોજાશે. દેશભરમાંથી 10,000થી વધુ રમતવીરો 28 સ્થળો પર 43થી વધુ રમતગમતની શાખાઓમાં ભાગ લેશે.
