5 રાજ્યોમાં આવનારી ચૂંટણીઓને અનુલક્ષીને નેતાઓનો પૂરજોશમાં
Live TV
-
5 રાજ્યોમાં આવનારી ચૂંટણીઓને અનુલક્ષીને નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તમામ પક્ષોએ ચૂંટણીના જંગ માટે સજ્જ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. ક્યાંક ટિકીટ ન મળતા ઉમેદવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે તો ક્યાંક નવા ચહેરાઓને પણ તક મળી રહી છે.
છત્તીસગઢ, મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીઓને અનુલક્ષીને 80 વર્ષના નાગરિકો અને દિવ્યાંગ મતદાતાઓ માટે યોગ્ય પરિવહન વ્યવસ્થા યોજવાનો નિર્દેશ કર્યો હતો. દિવ્યાંગ મતદાતાઓ 'સક્ષમ એપ' પરથી વ્હીલચેરની સુવિધા મેળવી શકશે.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષ કમલનાથના આવાસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટિકિટ ફાળવણીમાં કેટલાક વરિષ્ઠ નેતાઓને મહત્વ ન અપાતા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. તેલંગાણામાં ભાજપે 2 વરિષ્ઠ નેતાઓને પ્રચાર માટે મેદાનમાં ઉતાર્યા છે.
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 27 ઓક્ટોબરે તેલંગાણા જશે.
