કોંગ્રેસે રાજસ્થાનમાં 43 તો છત્તીસગઢમાં 7 ઉમેદવારોની અંતિમ યાદી કરી જાહેર
Live TV
-
મિઝોરમ અને છતીસગઢમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક પરત લેવાનો આજે છેલ્લો દિવસ.
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે તેના ઉમેદવારની છેલ્લી યાદી રવિવારે જાહેર કરી દીધી છે. આ યાદીમાં કુલ 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસે આ પહેલા તેના 53 ઉમેદવારોની યાદી જાહેર કરેલ હતી અને પહેલી યાદીમાં 30 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
કોંગ્રેસ દ્વારા છત્તીસગઢની તમામ 90 સીટો માટે તેના તમામ 90 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ચોથી યાદીમાં 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ પહેલા ત્રીજી યાદીમાં કુલ 11 ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે.
સાથે આપ દ્વારા તેના સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી દીધી છે. જ્યારે રાજસ્થાનની વિધાનસભા ચુંટણીને લઈને કોંગ્રેસે તેના ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી છે. કોંગ્રેસની આ બીજી યાદીમાં કુલ 43 ઉમેદવારોના જાહેર કરવામાં આવ્યા છે.
આ પહેલા શનિવારે પ્રથમ યાદીમાં 33 ઉમેદવારોની યાદી જાહેર કરેલ હતી. રાજસ્થાનમાં કુલ 200 સીટ છે અને તમામ સીટો ઉપર એક સાથે 25 નવેમ્બરે મતદાન થનાર છે અને 3 ડિસેમ્બરે મતગણતરી થશે.
