CJI વિરુધ્ધ મહાભિયોગ મામલોઃ કોંગ્રેસે અરજી પાછી ખેંચી
Live TV
-
CJI વિરુદ્ધ મહાભિયોગ ચલાવવા અંગેની પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી
સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના બે રાજ્યસભા સાંસદો પ્રતાપસિંહ બાજવા અને એમી હર્ષદ રાય યાજનિકની અરજીને રદિયો આપી દીધો છે. બંને સાંસદોએ તેમની અરજીમાં ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂના સીજેઆઇ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ રદ કરવાના આદેશને પડકાર્યો હતો.
- ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ મોડી સાંજે બેંચ અને તેના પાંચ જજોની પસંદગી કરી લીધી છે. આ બેંચમાં તે ચાર સિનિયર જજ સામેલ નથી, જેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને ચીફ જસ્ટિસ પર અધિકારોના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો.
- બંધારણીય બેંચમાં એકે સીકરી, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એમવી રમના, જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ આદર્શકુમાર ગોયલ સામેલ
- પ્રતાપસિંહ બાજવા અન એમી હર્ષદ રાય યાજનિક રાજ્યસભાથી કોંગ્રેસ સાંસદ છે. તેમણે પોતાની અરજીમાં કોર્ટને કહ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ નાયડુને મહાભિયોગ પ્રસ્તાવ પર કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપવામાં આવે.
- અરજીમાં સભાપતિના આદેશને મનસ્વી અને ગેરકાયદે જણાવીને તેને રદ કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ તેમજ પ્રશાંત ભૂષણે બીજાના નંબરના સિનિયર જજ જે. ચેલમેશ્વરની કોર્ટમાં અરજીનો ઉલ્લેખ કીને મામલાની સુનાવણી કરવાનો આદેશ માંગ્યો.
- ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષીય દળોના 64 સાંસદોએ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પર આરોપ લગાવીને તેમને પદ પરથી હટાવવા માટે ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂને મહાભિયોગ નોટિસ આપી હતી. પરંતુ, નાયડૂએ 23 એપ્રિલના રોજ તે નોટિસનો અસ્વીકાર કર્યો હતો.
