કાળિયાર શિકાર કેસ મામલો : સલમાન ખાન થયા કૉર્ટમાં હાજર
Live TV
-
સલમાન ખાનની સજા વિરુદ્ધ સુનાવણી રાખવામાં આવી હોવાથી જોધપુર સેન્સ કોર્ટની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 17 જુલાઈના રોજ થશે
જોધપુર : બહુચર્ચિત કાળા હરણ શિકાર મામલે જોધપુરની સીજેએમ કૉર્ટ દ્વારા આપવામાં આવેલી 5 વર્ષની સજા વિરુદ્ધ સલમાન ખાને જોધપુર સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવી હતી.
સુનાવણી માટે સલમાન જોધપુર કોર્ટમાં હાજર રહ્યો હતો. જોધપુર જિલ્લા અને સત્ર ન્યાયાલયના જજ ચંદ્ર કુમાર સોનગરા દ્વારા સવારે 8.30 વાગે સુનાવણી શરૂ કરી દીધી હતી.
હવે કોર્ટ દ્વારા આગામી સુનાવણી 17 જુલાઈએ રાખવામાં આવી છે. સલમાન ખાનની સાથે તેની બહેન અલવીરા અને અર્પિતા પણ કોર્ટમાં પહોંચી હતી. સલમાન ખાનની સજા વિરુદ્ધ સુનાવણી રાખવામાં આવી હોવાથી જોધપુર સેન્સ કોર્ટની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે, કાળીયાર શિકાર મામલે સલમાન ખાન દોષિત જાહેરા થયા હતા અને પાંચ વર્ષની સજા સંભળાવાઈ હતી. આ સમગ્ર મામલે 1998માં બન્યો હતો, જ્યારે ફિલ્મ હમ સાથ સાથ હૈ નું શુટિંગ ચાલતું હતું.
