Skip to main content
Settings Settings for Dark

CM સિદ્ધારમૈયાનો દાવો, કર્ણાટકમાં ફરીથી કોંગ્રેસની સરકાર બનશે

Live TV

X
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે પાર્ટીના સમર્થનમાં કર્ણાટકમાં સંખ્યાબંધ જગ્યાએ ચૂંટણી રેલીને સંબોધન કરશે.

    કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. સત્તારૂઢ કોંગ્રેસ પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે ભાજપ પર નિશાન સાધી પ્રહારો કર્યા હતા.

    સિદ્ધારમૈયાએ પરિષદમાં એવો દાવો કર્યો હતો કે, રાજ્યમાં ફરી એકવાર કોંગ્રેસની સરકાર બનશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે પાર્ટીના સમર્થનમાં કર્ણાટકમાં સંખ્યાબંધ જગ્યાએ ચૂંટણી રેલીને સંબોધન કરશે.

    દરમિયાન J.D.S. દ્વારા આજે પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. J.D.S. દ્વારા વચન આપવામાં આવ્યું છે કે, જો તેમનો પક્ષ સત્તામાં આવશે, તો ખેડૂતોનું લોનનું દેવુ માફ કરાશે. J.D.S. એ કહ્યું ,કે તેઓ એવી સરકાર આપશે, જે ધર્મ નિરપેક્ષ મુલ્યોનું સન્માન કરશે અને પીડિતોને ન્યાય અપાવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply