INX કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
Live TV
-
કેન્દ્રીય મંત્રી પી. ચિદંબરમને INX કેસમાં સુપ્રીમે જામીન આપ્યા છે.. સીબીઆઇએ પી. ચિદમ્બરમ સામે આ કેસ દાખલ કર્યો હતો.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્ણ કેન્દ્રીય મંત્રી પી. ચિદંબરમને INX કેસમાં સુપ્રીમે જામીન આપ્યા છે.. સીબીઆઇએ પી. ચિદમ્બરમ સામે આ કેસ દાખલ કર્યો હતો.. સુપ્રીમે એક લાખના બોન્ડ પર દેશ ન છોડવાની શરતે જામીન આપ્યા છે.. સીબીઆઈ કોર્ટે આઈએનએક્સ મીડિયા મામલે સોમવારે ચિદમ્બરમ વિરુદ્ધની ચાર્જશીટને ધ્યાનમાં લીધી છે. કોર્ટે પૂર્વ મંત્રીને24 ઓક્ટોબરે હાજર થવાનો આદેશ આપ્યો છે. જોકે જામીન મળ્યા પછી પણ ચિદમ્બરમને તિહાર જેલમાં જ રહેવું પડશે. કારણકે 24 ઓક્ટોબર સુધી તેઓ ઈડીની કસ્ટડીમાં છે. ઇડીએ કરેલા કેસને કારણે પી ચિદમ્બરમે તિહાડ જેલમાં રહેવું પડશે.. ચિદંબરમ પર આરોપ છે કે તેઓ નાણા મંત્રી હતા ત્યારે ખોટી રીતે વિદેશી રોકાણ કરોને મંજૂરી આપી હતી..
