IPC અને CRPCની કલમમાં સુધારો કરવા માટે આજે સંસદીય સમિતિની મહત્વની બેઠક
Live TV
-
ભારતીય દંડ સહિતા એટલે કે, આઈપીસી અને દંડ પ્રક્રિયા સીઆરપીસીની કલમમાં સુધારો કરવાની દિશામાં વિચારણા ચાલી રહી છે.
ભારતીય દંડ સહિતા એટલે કે, આઈપીસી અને દંડ પ્રક્રિયા સીઆરપીસીની કલમમાં સુધારો કરવાની દિશામાં વિચારણા ચાલી રહી છે ત્યારે આ અંગે જરૂરી વિધેયકોની તપાસ કરી રહેલી સંસદીય સમિતીની બેઠક આજે બપોરે 12 વાગ્યે યોજાશે. આ બેઠકમાં અગાઉ થયેલા ઠરાવ અહેવાલ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે, જો આ બાબતે કોઈ ચોક્કસ નિર્ણય થશે અને કાયદામાં ફેરફાર કરવામાં આવશે તો ન્યાય પ્રણાલીમાં બહુ જ મોટો ફેરફાર જોવા મળશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગત 11 ઓગસ્ટે લોકસભામાં ભારતીય નાગરિક સહિતા, ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાવીને આ અંગે સંબંધિત વિધેયક રજૂ કરતા જણાવ્યું હતુ કે, અંગ્રેજોના જમાનાથી ચાલી રહેલા કાયદાનો મૂળ હેતુ જે તે ગુનેગારોને દંડ આપવાનો છે જ્યારે પ્રસ્તાવિત કાનુનોનો હેતુ ન્યાય આપવાનો છે. આ અંગેનુ વિધેયક સંસદના આગામી ચોમાસુ સત્રમાં પસાર થવાની સંભાવના જણાઈ રહી છે.
