દિલ્હીમાં હવાની ગુણવત્તાને પગલે ગ્રેડેડે રીસ્પોન્સ એક્શન પ્લાન ગ્રેપ-4 નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા
Live TV
-
જીઆરએપી-4 અંતર્ગત જાહેર પ્રોજેક્ટ્સ માટેના બાંધકામ પર પ્રતિબંધ અને સરકારી તેમજ ખાનગી ઓફિસના 50% કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવા સહિતના નિયંત્રણો લાગુ કરવા નિર્દેશ અપાયા
દિલ્હીમાં આજે સતત પાંચમા દિવસે હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં રહેવાને કારણે સમગ્ર દિલ્લી -NCR માં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના સ્ટેજ 4 ને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર બપોરે 12 વાગે હવાની ગુણવતા સૂચકાંક 435 નોંધાયો છે. દિલ્હીના લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પીટલના મેડીકલ ડાયરેકટર ડો. સુરેશ કુમારે આ એક ક્વોલીટી ઇન્ડેકસને ગંભીર ગણાવ્યો હતો. લાગુ કરાયેલ જીઆરએપી-4 અંતર્ગત આવશ્યક સેવાઓ માટેના ભારે વાહનો સિવાય અન્ય ભારે વાહનો ને પ્રવેશ માટે પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત જાહેર પ્રોજેક્ટ્સ માટેના બાંધકામ પર પ્રતિબંધ અને સરકારી તેમજ ખાનગી ઓફિસના 50% કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવા સહિતના નિયંત્રણો લાગુ કરવા નિર્દેશ અપાયા છે. ગંભીર હવામાનને ધ્યાન માં રાખી દિલ્લીમાં આગામી 10 નવેમ્બર સુધી તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાના આદેશ અપાયા છે
