NEET 2020ના પરિણામો જાહેર, ઓડિશાના શોએબ આફતાબે મેળવ્યું પ્રથમ સ્થાન
Live TV
-
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરી દીધુ છે. નીટનું રિઝલ્ટ એનટીએની ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં ઓડિસાના શોએબ આફતાબે 720માંથી 720 માર્ક્સ લાવીને ટોપ કર્યું છે.
શુક્રવારે નીટ 2020 પરીક્ષાના પરિણામ જાહેર
રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી, NTAએ શુક્રવારે નીટ 2020 પરીક્ષાના પરિણામ જાહેર કરી દીધા છે. આ વર્ષે કુલ 13 લાખ 67 હજાર વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી. જેમાંથી 7 લાખ 71 હજાર 500 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. પાસ થયેલા વિદ્યાર્થીઓ 56.44 ટકા છે. ઓડિશાના શોએબ આફતાબે 720 માર્ક્સની સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યાં જ દિલ્હીની આકંક્ષા સિંહ બીજા ક્રમાંકે રહી.
ત્રિપુરામાંથી સૌથી વધુ ઉમેદવારો ઉત્તીર્ણ
આ વર્ષે ત્રિપુરામાંથી સૌથી વધુ ઉમેદવારો ઉત્તીર્ણ થયા. તેના બાદ બીજા નંબર પર મહારાષ્ટ્ર છે. કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સફળ થયેલા વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છા આપી અને કહ્યું કે દેશમાં પહેલી વખત મેડિકલ માટે એક પરીક્ષા થઈ છે. નીટ ટોપર શોએબે જણાવ્યું કે તેણે આના માટે ખૂબ મહેનત કરી છે. લોકડાઉનમાં મળેલા વધારાના સમયનો તેણે સદઉપયોગ કર્યો. પોતાની સફળતાનો શ્રેય તેણે પોતાના પરિવારને આપ્યો.
