NIAએ પુલવામા આતંકી હુમલાની ચાર્જશીટ કરી દાખલ
Live TV
-
હુમલાના મુખ્ય તાર પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકી સંગઠન જૈશ એ મોહમંદ અને તેનો વડો મસૂદ અઝહર સહિત 19 આતંકીઓ સામે આરોપપત્ર-ચાર્જસીટમાં પાકિસ્તાનથી આતંકી હુમલાને લઈ પુરતા પુરાવા.
NIAએ ગત વર્ષે ફેબ્રુઆરીમાં થયેલ પુલવામા હુમલાની ચાર્જશીટ દાખલ કરી છે. 13 હજાર 500 પાનાની ચાર્જશીટમાં પુરતા પુરાવા સાથે જૈસ એ ના વડા મસુદ અઝહર અને તેના ભાઇ અસગર સહિત 19 આરોપીઓ ના નામ સામેલ છે.
જેમાથી સાતને ઝડપી લેવાયા છે જ્યારે એક ફીદાઇન સહિત 6 ને સુરક્ષા એજન્સીએ ઠાર માર્યા છે. આ ઉપરાંત 6 ભાગેડુ આતંકીઓના નામ ચાર્જશીટમાં છે. હુમલાનું કાવતરુ રચવા અને આતંકીઓને પ્રશિક્ષણ અને સાધનો આપવા માટે મસુદ અઝહરના ભાઇ રઉફ અસગર અને અમાર અલવી ને આરોપી બનાવાયા છે.
એજન્સીએ તપાસમાં સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનના સંરક્ષણમાં ચાલનાર આતંકી સંગઠન જૈસ એ મોહમદ અને તેના વડા મસુદ અઝહરે આ હુમલાની યોજના બનાવી હતી.
