Skip to main content
Settings Settings for Dark

નીરવ મોદીની પત્ની વિરુદ્ધ ઈન્ટરપોલે ધરપકડનું વૉરંટ જારી કર્યું

Live TV

X
  • ઈન્ટરપોલે પંજાબ નેશનલ બેંક છેતરપિંડી મામલે મુખ્ય આરોપી નીરવ મોદીની પત્ની એમી મોદી વિરુદ્ધ મની લોન્ડ્રિંગના કેસમાં વૈશ્વિક ધરપકડ વૉરંટ જારી કર્યું છે.

    અધિકારીઓએ આ માહિતી મંગળવારે આપી હતી. EDની અપીલ પર વૈશ્વિક પોલીસ નિકાય ઈન્ટરપોલે રેડ નોટિસ જારી કરી છે. ઈન્ટરપોલ પોતાના 192 સભ્ય દેશોને આવી વ્યક્તિની ધરપકડ કરવાનો આદેશ આપે છે.

    2018માં બેંક છેતરપિંડી મામલો જાહેર થયા બાદ એમી મોદી પણ દેશ છોડી ફરાર થયા હતા. લંડનમાં માર્ચ, 2019માં ધરપકડ થયા બદ નીરવ મોદી હાલમાં બ્રિટનની જેલમાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply