Skip to main content
Settings Settings for Dark

NIA દ્વારા દેશભરમાં વિવિધ જગ્યાએ આજે દરોડા પાડ્યા

Live TV

X
  • ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ, નીરજ બવાના, ટિલ્લુ તાજપુરિયા અને ગોલ્ડી બરાર પહેલેથી જ NIAની રડાર પર

    નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી NIA દ્વારા દેશભરમાં આજે તાબડતોબ દરોડા પાડવામાં આવી રહ્યા છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્લી, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત તમામ રાજ્યોમાં એકસાથે 70થી વધુ જગ્યાઓ પર NIA દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. 

    દેશભરમાં ફેલાયેલ ગેંગસ્ટરના સિંડીકેટને તોડવાના ઈરાદાથી NIAએ આજે મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે. NIA દ્વારા અગાઉ ગતવર્ષના અંતમાં પણ દિલ્હી એનસીઆર સહિત દેશના અનેક રાજ્યોમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ, નીરજ બવાના, ટિલ્લુ તાજપુરિયા અને ગોલ્ડી બરાર પહેલેથી જ NIAની રડાર પર છે. આ મામલે NIA અનેક ગેંગસ્ટરની પૂછપરછ પણ કરી ચૂક્યું છે. 

    ગતવર્ષે ઓક્ટોબરમાં આતંક વિરોધી એજન્સી NIAએ ઉત્તર ભારત અને દિલ્લીમાં 50થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા અને એજન્સીએ એક ગેંગસ્ટર તથા વકીલની ધરપકડ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply