PMએ આયુષ્માન ભારત કાર્યક્રમની નવી મોબાઈલ એપ લોન્ચ કરી
Live TV
-
પ્રધાનમંત્રીએ સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિજ્ઞાન ભવનમાં આયોજીત આરોગ્ય મંથન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.આયુષ્માન ભારત - પી.એમ. જે.એ.વાય કાર્યક્રમ ના અમલને એક વર્ષ પુરુ થયું હોવાના ઉપલક્ષ્યમાં આ કાર્યક્રમ યોજાયો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે આયુષ્માન ભારત કાર્યક્રમની નવી મોબાઈલ એપ લોન્ચ કરી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે એક સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો હતો. પ્રધાનમંત્રી આ પ્રસંગે યોજનાના કેટલાંક લાભાર્થી સાથે સંવાદ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આયુષ્માન ભારતનું પ્રથમ વર્ષ સંકલ્પ, સમર્પણ અને પદાર્થપાઠ આપનારુ રહ્યું. તેમણે ઉમેર્યું હતુ કે, આયુષ્માન યોજના 11 લાખથી વધુ રોજગારની તક પણ ઉભી કરશે
