PM નરેન્દ્ર મોદી આજે હરિયાણાના ફરિદાબાદમાં ચૂંટણી રેલી સંબોધશે
Live TV
-
હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા માટે 21 ઓક્ટોબરે મતદાન થશે
મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આગામી સપ્તાહે મતદાન થવાનું છે. મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ બધી પાર્ટીઓએ પ્રચાર તેજ કરી દીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના ફરિદાબાદમાં એક ચૂંટણી રેલીને સંબોઘિત કરશે. જ્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ રાજ્યના અયાનાબાદમાં એક જનસભાને સંબોધિત કરશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આજે હરિયાણા નૂહમાં રેલીને સંબોધિત કરશે. હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા માટે 21 ઓક્ટોબરે મતદાન થશે અને 24 ઓક્ટોબરે મત ગણતરી થશે
