Skip to main content
Settings Settings for Dark

PM મોદીની યુવાઓને ભેટ: નોકરિયાત લોકોને 1 ઑગસ્ટથી 15 હજારની સહાય મળશે

Live TV

X
  • પીએમ વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ નોકરી શરૂ કરતા નવીન યુવાઓને સરકાર 1 ઑગસ્ટથી 15 હજારની સહાય આપશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, જે કર્મચારીઓ પ્રથમવાર ઈપીએફઓ સાથે નોંધણી કરાવે છે તેમને સરકાર 1 ઑગસ્ટથી પીએમ વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ 15 હજાર આપશે. આ યોજના નોકરીદાતાઓને નવા રોજગાર બનાવવામાં પ્રોત્સાહન આપે છે અને તેનું મુખ્ય ઉદ્દેશ ઉત્પાદન ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રોમાં રોજગાર વધારવાનો છે.

    પીએમ વિકસિત ભારત રોજગાર યોજના: નોકરી શરૂ કરતા નવીન યુવાઓને સરકાર 1 ઑગસ્ટથી ₹15,000ની સહાય આપશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, જે કર્મચારીઓ પ્રથમવાર ઈપીએફઓ (EPFO) સાથે નોંધણી કરાવે છે તેમને સરકાર 1 ઑગસ્ટથી પીએમ વિકસિત ભારત રોજગાર યોજના (PM-VBRY) હેઠળ ₹15,000 આપશે.

    PM-VBRY પહેલે “એમ્પ્લોયમેન્ટ-લિંક્ડ ઈન્સેન્ટિવ (ELI)” યોજના તરીકે ઓળખાતી હતી, જેને કેન્દ્રીય કેબિનેટે ₹99,446 કરોડના ખર્ચથી મંજૂરી આપી હતી. મંત્રાલયએ જણાવ્યું હતું કે, “ઈપીએફઓ સાથે નવી નોંધણી કરાવતા કર્મચારીઓને નિશાન બનાવી, આ યોજના હેઠળ એક માસના ઈપીએફ પગાર પ્રમાણે ₹15,000 સુધીની રકમ બે હપ્તામાં આપવામાં આવશે.”

    પહેલો હપ્તો નોકરી શરૂ થયા પછી છ મહિનાની કામગીરી પૂર્ણ કર્યા બાદ આપવામાં આવશે, જ્યારે બીજો હપ્તો 12 મહિનાની સેવા અને નાણાકીય જાણકારી કાર્યક્રમ (ફાઈનાન્સિયલ લિટરેસી પ્રોગ્રામ) પૂરો કર્યા પછી આપવામાં આવશે. આ યોજના એક લાખ રૂપિયા સુધીના પગાર ધરાવતા કર્મચારીઓને લક્ષ્ય બનાવે છે. તેનો ઉદ્દેશ લોકોને બચત કરવાની આવડત વિકસાવવાનો છે. મંત્રાલયે જણાવ્યું કે, “પ્રોત્સાહન રકમનો એક ભાગ નિર્ધારિત સમયગાળા સુધી બચત સાધન અથવા જમા ખાતામાં રાખવામાં આવશે, જે કર્મચારી બાદમાં ઉપાડી શકશે.”

    આ યોજના નોકરીદાતાઓને નવા રોજગાર બનાવવામાં પ્રોત્સાહન આપે છે અને તેનું મુખ્ય ઉદ્દેશ ઉત્પાદન ક્ષેત્ર (મેન્યુફેક્ચરિંગ સેક્ટર) સહિત વિવિધ ક્ષેત્રોમાં રોજગાર વધારવાનો છે. નિયોક્તાઓ માટે, આ યોજના તમામ ક્ષેત્રોમાં વધારાના રોજગાર સર્જનને આવરી લે છે. સરકાર ન્યૂનતમ છ મહિના સુધી સતત નોકરીમાં રહેલા દરેક વધારાના કર્મચારી માટે બે વર્ષ સુધી માસિક ₹3,000 સુધીની સહાય નીઓક્તાઓને આપશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે આ પ્રોત્સાહન ત્રીજા અને ચોથા વર્ષ સુધી પણ વધારવામાં આવશે.

    યોજનાનો લાભ મેળવવા માટે EPFOમાં નોંધાયેલ નોકરીદાતાઓએ ઓછામાં ઓછા છ મહિનાના સમયગાળા માટે સતત આધાર પર ઓછામાં ઓછા બે વધારાના કર્મચારીઓ (50 કરતાં ઓછા કર્મચારીઓ ધરાવતી ફર્મ માટે) અથવા પાંચ વધારાના કર્મચારીઓ (50 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી ફર્મ માટે) ભરતી કરવાના રહેશે. મંત્રાલય મુજબ, પહેલીવાર નોકરી શરૂ કરનારા કર્મચારીઓને ચૂકવણી DBT (ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર) માધ્યમથી ABPS (આધાર બ્રિજ પેમેન્ટ સિસ્ટમ) દ્વારા આપવામાં આવશે, જ્યારે નોકરીદાતાઓને તેમના PAN-લિંક્ડ ખાતામાં સીધી રકમ આપવામાં આવશે. મંત્રાલયે ઉમેર્યું કે, પીએમ-વીબીઆરવાય (PM-VBRY) યોજના આગામી બે વર્ષના ગાળામાં દેશમાં 3.5 કરોડથી વધુ નવી નોકરીઓનું સર્જન કરવા માટે પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય ધરાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply