Skip to main content
Settings Settings for Dark

PM મોદી અને BRICS નેતાઓએ દિલ્હીમાં સ્ટાર્ટઅપ્સનું પ્રદર્શન નિહાળ્યું

Live TV

X
  • 18મા બ્રિક્સ (BRICS) શિખર સંમેલનની યજમાની દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના ઝડપથી વધી રહેલા ડીપ-ટેક અને ઇનોવેશન ઇકોસિસ્ટમની પ્રશંસા કરી હતી. તેમણે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા ભારત ઇનોવેટ્સ એક્સપોઝિશનની મુલાકાત BRICS દેશોના વડાઓ સાથે લીધી હતી.

    PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુલાકાતની તસવીરો શેર કરતા લખ્યું, ભારત તરફથી નવાચાર, વિશ્વ માટે ઉકેલ! મેં બ્રિક્સ દેશોના નેતાઓ સાથે ભારત ઇનોવેટ્સની મુલાકાત લીધી. આપણા યુવાનોની ઊર્જા અને સમર્પણ પર ગર્વ છે.

    આ મુલાકાત દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન અને અન્ય BRICS નેતાઓએ પણ પ્રધાનમંત્રી મોદી સાથે આ પ્રદર્શન નિહાળ્યું હતું.

    ડીપ-ટેકની અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન
    બ્રિક્સ શિખર સંમેલન પહેલાં ભારત મંડપમ ખાતે બે દિવસીય ભારત ઇનોવેટ્સ એક્સપોઝિશન શરૂ થયું હતું. આ પ્રદર્શનમાં ભારતના ડીપ-ટેક ક્ષેત્રની નવી અને અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. શિક્ષા મંત્રાલય દ્વારા વિદેશ મંત્રાલયના સહયોગથી યોજાયેલા આ રાષ્ટ્રીય કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંથી બહાર આવતા નવાચારોને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો છે.

    આ પહેલનો ઉદ્દેશ ભારતના ઇનોવેશન નેટવર્કને વિશ્વભરના કોર્પોરેટ્સ, રોકાણકારો, ઇનક્યુબેટર્સ, યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ, સરકારો અને વિદેશમાં વસતા ભારતીય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે જોડવાનો છે, જેથી લાંબા ગાળાના સહયોગ અને ભાગીદારીને પ્રોત્સાહન આપી શકાય.

    વર્ષ 2026નું બીજું મોટું પ્રદર્શન
    બ્રિક્સ ભારત ઇનોવેટ્સ (BBI) એક્સપોઝિશન એ વર્ષ 2026માં ભારતના ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સનું બીજું મોટું પ્રદર્શન છે. આ પહેલાં પ્રથમ ભારત ઇનોવેટ્સ પ્રદર્શન 14 થી 16 જૂન 2026 દરમિયાન ફ્રાન્સના નીસ (Nice) શહેરમાં યોજાયું હતું. આ વખતે BBIમાં 37 ભારતીય ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સ ભાગ લઈ રહ્યા છે, જેમની પસંદગી નીસમાં યોજાયેલા પ્રદર્શનના 120 સ્ટાર્ટઅપ્સમાંથી કરવામાં આવી છે.

    BRICS નેતાઓ માટે ભવ્ય રાત્રિભોજન
    બીજી તરફ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા BRICS નેતાઓના સન્માનમાં યોજાયેલા ભવ્ય રાત્રિભોજન (ગાલા ડિનર) માટે વિવિધ દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ ભારત મંડપમ પહોંચ્યા હતા. આ પ્રસંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ તોકાયેવ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સિસી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના મહાનિદેશક ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસસ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-09-2026 Max Temp : °C Min Temp : °C
apply