Skip to main content
Settings Settings for Dark

PM Mementos e-Auction 2026: 8મી શ્રેણીમાં તમિલનાડુની 31 ઐતિહાસિક વસ્તુઓ બની આકર્ષણનું કેન્દ્ર

Live TV

X
  • PM Mementos e-Auction 2026: 8મી શ્રેણીમાં તમિલનાડુની 31 ઐતિહાસિક વસ્તુઓ બની આકર્ષણનું કેન્દ્ર

    પ્રધાનમંત્રીને મળેલી ભેટ-સોગાદો અને સ્મૃતિચિહ્નોની ઓનલાઈન હરાજી કરતી 'પીએમ મોમેન્ટોઝ ઈ-ઓક્શન' ની 8મી શ્રેણી હાલ દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વખતની હરાજીમાં ભારતની સમૃદ્ધ વિવિધતા વચ્ચે ખાસ કરીને તમિલનાડુની સાંસ્કૃતિક અને ખેલજગત સાથે જોડાયેલી કુલ 31 યાદગાર વસ્તુઓ સામેલ કરવામાં આવી છે, જે લોકો માટે વિશેષ આકર્ષણ સમાન છે.

    આ ઓનલાઈન ઓક્શન 2 ઓક્ટોબર 2026 સુધી ચાલુ રહેવાનું છે, જેમાં રસ ધરાવતા નાગરિકો સત્તાવાર વેબસાઈટ (pmmementos.gov.in) પર જઈને ભાગ લઈ શકે છે. તમિલનાડુમાંથી સામેલ કરવામાં આવેલી 31 વસ્તુઓમાં રાજ્યની આધ્યાત્મિક પરંપરાઓ, શાસ્ત્રીય કળા, પારંપરિક શિલ્પકળા, ઐતિહાસિક હસ્તીઓ તેમજ ખેલજગતની ગૌરવગાથા જોવા મળે છે.  

    નમામિ ગંગે મિશનને સમર્થન:

    સંસ્કૃતિ મંત્રાલય દ્વારા યોજાતી આ ઇ-હરાજીનું મુખ્ય આકર્ષણ એ છે કે, આ ઓક્શનમાંથી એકત્ર થનાર તમામ ફંડ કે નાણાકીય સહાય 'નમામિ ગંગે મિશન' (Namami Gange Programme) માં ઉપયોગમાં લેવામાં આવે છે, જેથી રાષ્ટ્રીય વિકાસ અને નદીઓના સંવર્ધનમાં નાગરિકોનું યોગદાન સુનિશ્ચિત થઈ શકે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
apply