Skip to main content
Settings Settings for Dark

RRU અને SSB વચ્ચે વ્યૂહાત્મક કરાર: દેશના સુરક્ષા માળખાને મળશે શૈક્ષણિક બળ

Live TV

X
  • દેશના આંતરિક સુરક્ષા માળખાને વધુ આધુનિક અને મજબૂત બનાવવાના હેતુથી આજે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો છે.

    ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને સશસ્ત્ર સીમા બળ (SSB) એકેડેમીએ તેમના તાલીમ અભ્યાસક્રમોને શૈક્ષણિક માન્યતા આપવા અને પરસ્પર સહયોગ માટે હસ્તાક્ષર કર્યા છે.દિલ્હી સ્થિત SSB મુખ્યાલય ખાતે આયોજિત આ ઔપચારિક સમારોહમાં RRUના પ્રો-વાઈસ ચાન્સેલર પ્રોફેસર (ડૉ.) કલ્પેશ એચ. વાન્દ્રા, ડીન  અવિનાશ ખારેલ, SSBના ડિરેક્ટર જનરલ (DG)  સંજય સિંઘલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    આ વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા રાષ્ટ્રીય મહત્વની સંસ્થા RRU, હવેથી SSB એકેડેમીમાં ચાલતા વિવિધ તાલીમ કાર્યક્રમોને શૈક્ષણિક માન્યતા પ્રદાન કરશે. આ કરાર હેઠળ બંને સંસ્થાઓ ફેકલ્ટી કુશળતા, શૈક્ષણિક સાધનો અને વિશિષ્ટ તાલીમ સુવિધાઓનું આદાન-પ્રદાન કરશે. આ સહયોગનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષાના શૈક્ષણિક સંશોધન અને સરહદ સુરક્ષા દળોની જમીની જરૂરિયાતો વચ્ચેના અંતરને દૂર કરવાનો છે.કાર્યક્રમ દરમિયાન પ્રોફેસર (ડૉ.) કલ્પેશ એચ. વાન્દ્રાએ જણાવ્યું હતું કે, "આ સહયોગના પરિણામો મળવા લાગ્યા છે. RRUએ તાજેતરમાં જ SSB અધિકારીઓ માટે 'સ્માર્ટ બોર્ડર મેનેજમેન્ટ' ના વિશિષ્ટ અભ્યાસક્રમનું સફળ આયોજન કર્યું હતું." RRU તેની અત્યાધુનિક પ્રયોગશાળાઓ દ્વારા SSB કર્મચારીઓને ટેકનોલોજી-આધારિત ઉકેલો અને વ્યવહારુ તાલીમ પૂરી પાડશે.

    SSBના ડિરેક્ટર જનરલ  સંજય સિંઘલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ભાગીદારીથી અધિકારીઓના 'કૌશલ્ય અને પુનઃકૌશલ્ય' (Skilling & Reskilling) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જે બદલાતા સુરક્ષા પરિદ્રશ્યમાં અત્યંત જરૂરી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સ્થિત RRU, હવે SSB દ્વારા લેવામાં આવતા અભ્યાસક્રમોના કલાકો અને સામગ્રીનું મૂલ્યાંકન કરશે. આ મૂલ્યાંકનના આધારે સફળ ઉમેદવારોને પ્રમાણપત્ર (Certificate)ડિપ્લોમા અને પીજી ડિપ્લોમા બેચલર અથવા માસ્ટર ડિગ્રી એનાયત કરવામાં આવશે.

    આ સમજૂતીના અસરકારક અમલીકરણ માટે SSB એકેડેમીમાં એક સમર્પિત 'RRU ડેસ્ક' સ્થાપિત કરવામાં આવશે. આ ડેસ્ક રોજિંદા સંદેશાવ્યવહાર, ડેટા મેનેજમેન્ટ અને માન્યતા પ્રક્રિયાની દેખરેખ રાખશે. શૈક્ષણિક અખંડિતતા જાળવવા માટે સમયાંતરે ઓડિટ અને ચકાસણી પણ કરવામાં આવશે.આ MoU રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અનુસાર સરહદ રક્ષકોની તાલીમને રાષ્ટ્રીય ક્રેડિટ ફ્રેમવર્ક (NCRF) સાથે જોડે છે, જે SSB કર્મચારીઓ માટે કારકિર્દીની નવી તકો અને શૈક્ષણિક માન્યતાના દ્વાર ખોલશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply