Unlock-5 ની માર્ગદર્શિકા જાહેરઃ સિનેમા, થિયેટર, સ્વિમિંગ પૂલ, અમ્યૂઝમેંટ પાર્ક ખુલ્યા
Live TV
-
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનલોક-પાંચ માટેના દિશાનિર્દેશ જારી કરી દીધા છે. આજથી તે દિશા નિર્દેશ અમલમાં આવી જશે. અનલોક પાંચ અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને શાળાઓ ખોલવાને મુદ્દે રાહત મળી ગઇ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનલોક-પાંચ માટેના દિશાનિર્દેશ જારી કરી દીધા છે. આજથી તે દિશા નિર્દેશ અમલમાં આવી જશે. અનલોક પાંચ અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને શાળાઓ ખોલવાને મુદ્દે રાહત મળી ગઇ છે. તે અંતર્ગત કન્ટેનમેન્ટ ઝોન બહાર વધુ પ્રવૃત્તિનો માર્ગ મોકળો થયો છે. જોકે સ્પષ્ટતા કરવામાં આવી છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં 31 ઓક્ટોબર સુધી લોકડાઉનનો કડક અમલ થશે. કન્ટેનમેન્ટ ઝોનની બહાર સિનેમા હોલ, થિયેટર અને મલ્ટીપ્લેક્સને 15 ઓક્ટોબરથી 50 ટકા બેઠક ક્ષમતા સાથે ખોલવા મંજૂરી મળી ગઇ છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય આ સંબધમાં એસઓપી જાહેર કરશે. ખેલાડીઓને તાલીમબદ્ધ કરવા સ્વિમિંગ પુલ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે કહ્યું છે કે અનલોક પાંચના દિશાનિર્દેશ મુજબ શાળા , કોચિંગ સેન્ટર ફરી શરૂ કરવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો 15 ઓક્ટોબર પછી તબક્કાવાર નિર્ણયો લઇ શકશે. તે સાથે જ ભારતમાંથી આંતરરાષ્ટ્રીય વાણિજ્યકીય ઉડ્યન સંચાલન પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી જારી રહેશે. જોકે સરકાર દ્વારા સ્વીકૃત આંતરરાષ્ટ્રીય કાર્ગો અને પ્રવાસી ઉડાનો જારી રહેશે. સરકાર દ્વારા જારી નવા દિશાનિર્દેશ મુજબ દિલ્હી વિમાની મથકે ઉતરનારા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસી હવે વિમાની મથકે જ કોવિડ પરીક્ષણ માટે આરટીપીસીઆર સુવિધાનો લાભ મેળવી શકશે.
