વર્ષ 2019-20 માટે IT રીટર્ન ફાઇલ કરવાની તારીખ 30 નવેમ્બર સુધી વધારાઇ
Live TV
-
સરકારે આકારણી વર્ષ 2019-20 માટે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ આ વર્ષની 30 નવેમ્બર સુધી વધારી દીધી છે. 31 માર્ચ 2019ના રોજ પુરા થતા નાણાકીય વર્ષ માટે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ આ પહેલાં વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી હતી.
સરકારે આકારણી વર્ષ 2019-20 માટે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ આ વર્ષની 30 નવેમ્બર સુધી વધારી દીધી છે. 31 માર્ચ 2019ના રોજ પુરા થતા નાણાકીય વર્ષ માટે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ આ પહેલાં વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. આવકવેરા વિભાગે કહ્યું છે કે કોવિડ મહામારીને કારણે કરદાતાઓ જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તે જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવકવેરા વિભાગે પહેલી એપ્રિલથી છ મહિનાની મુદતમાં 33 લાખ 54 હજારથી વધુ કરદાતાઓને એક લાખ 18 હજાર 300 કરોડ રૂપિયાના રીફંડની ચુકવણી કરી છે. કુલ રીફંડ પૈકી એક લાખ 78 હજાર કરોડ કોર્પોરેટ કરવેરાના કેસમાં રૂપિયા 86 હજાર 94 કરોડનું રીફંડ જારી કર્યું છે.
