હાથરસ દુષ્કર્મ કેસમાં તપાસ માટે SITની રચના કરાઇ
Live TV
-
ઉત્તર પ્રદેશ સરકારે હાથરસ દુષ્કર્મ કેસની તપાસ માટે ત્રણ સભ્યોની બનેલી એસઆઇટીની રચના કરી છે. એસઆઇટીનું નેતૃત્વ રાજ્યના ગૃહ સચિવ ભગવાન સ્વરૂપ કરશે. નાયબ મહાનિદેશક ચંદ્રપ્રકાશ અને આઇપીએસ અધિકારી પૂનમ સીટના સભ્ય રહેશે.
ઉત્તર પ્રદેશ સરકારે હાથરસ દુષ્કર્મ કેસની તપાસ માટે ત્રણ સભ્યોની બનેલી એસઆઇટીની રચના કરી છે. એસઆઇટીનું નેતૃત્વ રાજ્યના ગૃહ સચિવ ભગવાન સ્વરૂપ કરશે. નાયબ મહાનિદેશક ચંદ્રપ્રકાશ અને આઇપીએસ અધિકારી પૂનમ સીટના સભ્ય રહેશે. એસઆઇટીને સાત દિવસમાં અહેવાલ સોંપવા સુચના આપવામાં આવી છે. પોલીસે તમામ ચાર આરોપીની ધરપકડ કરી લીધી છે. કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે. રાજ્યાના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે દિવંગત કન્યાના પિતા સાથે વાતચીત કરી હતી. પીડિતાના પિતાઓ દોષિતોને કડકમાં કડક સજા આપવાની માગણી કરી છે. મુખ્યપ્રધાને આશ્વાસન આપ્યું છે કે દોષિતોને કડકમાં કડક સજા થશે અને પીડિતાના પરિવારને સહાય આપવામાં આવશે. રાજ્ય સરકારે દિવંગત કન્યાના પરિવારના એક સભ્યને સરકારી નોકરી અને હાથરસમાં એક મકાનની ફાળવણી કરવા નિર્ણય લીધો છે. આ પરિવારને રૂપિયા 25 લાખની સહાય પણ આપવામાં આવશે. આ પહેલાં પ્રધાનમંત્રી મોદીએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશ પોલીસે એ વાતનું ખંડન કર્યું છે કે પરિવારની સહમતી વિના કન્યાનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
