UPSCની પરીક્ષા ચાર ઓક્ટોબરે જ યોજાશે: SC
Live TV
-
સર્વોચ્ચ અદાલતે કોવિડ -19 મહામારી અને દેશના વિવિધ વિસ્તારમાં પ્રવર્તી રહેલી પુરની સ્થિતીને જોતાં સિવીલ સેવા પ્રિલીમ કસોટી મોકુફ રાખવા ઇનકાર કરી દીધો છે. યુ.પી.એસ.સી. ચાર ઓક્ટોબરે સિવીલ સેવા પ્રારંભિક પરીક્ષા 2020નું આયોજન કરવા જઇ રહી છે.
સર્વોચ્ચ અદાલતે કોવિડ -19 મહામારી અને દેશના વિવિધ વિસ્તારમાં પ્રવર્તી રહેલી પુરની સ્થિતીને જોતાં સિવીલ સેવા પ્રિલીમ કસોટી મોકુફ રાખવા ઇનકાર કરી દીધો છે. યુ.પી.એસ.સી. ચાર ઓક્ટોબરે સિવીલ સેવા પ્રારંભિક પરીક્ષા 2020નું આયોજન કરવા જઇ રહી છે. ત્રણ ન્યાયમૂર્તિની બેન્ચે કેન્દ્રને મહામારીને કારણે ગઇ વખતે પરીક્ષા નહોતી આપી શક્યા તેવા ઉમેદવારોને વધુ એક તક આપવા જણાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે સિવીલ સેવા પ્રારંભિક પરીક્ષા વર્ષ 2020 અને 2021ની પરીક્ષાઓ એક સાથે યોજવાની માગણી સાથે થયેલી અરજી પણ ફગાવી દીધી છે.
