Skip to main content
Settings Settings for Dark

અમરેલીનાં દેવળિયામાં ખોદકામ કરતા મળી આવી 500 વર્ષ જૂની ત્રણ માળની ઉંડી વાવ

Live TV

X
  • અમરેલીનાં દેવળિયામાં ખોદકામ કરતા દટાઇ ગયેલી 500 વર્ષ જૂની ત્રણ માળની ઉંડી વાવ મળી આવી છે. આ વાવ સદીઓ જુની હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેની અંદર 28 ફુટની ઉંડાઇ પર એક શિવ મંદિર પણ છે. હાલનાં સરપંચ ભાવનાબેન નાથાલાલ સુખડીયાએ ગ્રામસભામાં નિર્ણય કરી વાવની જગ્યાએ ખોદકામ કરી ખુલ્લી કરવા નક્કી કર્યુ હતું. 28 ફુટ ઉંડાઇ સુધી ખોદકામ કરાતા અને પથ્થરથી બંધ કરાયેલ કમાન ગેઇટ ખોલાતા 14 ફુટ ઉંચી અને 11 ફુટ પહોળી કોતરણી ધરાવતી સાઇડ વોલ ખુલ્લી થઇ હતી. આ વાવમાં જમીનનાં લેવલથી 42 ફુટ ઉંડાઇ સુધી બાંધકામ છે. જેને પગલે પુરાતત્વ વિભાગને જાણ કરાઇ છે. અહીં વાવમાં ઉતરવા માટે ત્રણ માળનાં પગથીયા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply