Skip to main content
Settings Settings for Dark

આજ રોજ અમૂલ ડેરી આણંદ ખાતે સરદાર પટેલ સભાગૃહમાં યોજાઈ સાધારણ સભા

Live TV

X
  • અમૂલ ડેરીની ખાસ સાધારણ સભા 23મી જૂન 2022ના રોજ સરદાર પટેલ સભાગૃહ અમૂલ ડેરી આણંદ ખાતે યોજવામાં આવી હતી. અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર સાહેબે અમૂલ ડેરીને મળેલી મોટી સફળતા માટે સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, ત્રિભુવનદાસ પટેલ અને ડૉ. વર્ગીસ કુરિયનને  યાદ કરી તેમણે અમૂલ માટે આપેલા નિઃસ્વાર્થ યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. 

    અમૂલની ખાસ સાધારણ સભામાં તમામ દૂધ મંડળીઓના દૂધ ઉત્પાદકો હાજર રહ્યાં હતા અને બધા જ એજન્ડાનો શાંતિપૂર્વક નિકાલ કર્યો હતો .

    રામસસિંહ પરમારે આ ખાસ સાધારણ સભાના  સંબોધનમાં જણાવ્યું હતું કે વર્ષ 2021-22 આંતરરાષ્ટ્રીય સ્તરે  ડેરી વેપાર માટે ખૂબ જ કપરું રહ્યું હતું તેમ છતાં સંઘનો ઉથલો રૂપિયા 10,229 કરોડને પાર કરી ગયો હતો. જે સંઘના ઇતિહાસમાં સર્વાધિક છે. 

    રામસસિંહ પરમારે વધુમાં તેમણે કહ્યું હતું કે સંઘના કાર્યક્ષેત્રમાં દૂધ સંપાદન બમણું કરવાના હેતુથી આરડા દ્વારા પશુપાલનમાં વિવિધ આધુનિક પદ્ધતિઓનો છેલ્લાં  બે વર્ષથી અમલ કરવામાં આવ્યો છે જેના સારા પરિણામો મળ્યા છે.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply