અયોધ્યા ખાતે રામમંદિરના ભૂમિ પૂજનને લઈ ગુજરાતના સોમનાથ મંદિરમાં અનેરો ઉત્સાહ
Live TV
-
સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાન ચાલીસા, મહાપૂજા, દીપમાળા અને સુંદરકાંડના પાઠ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યાં
અયોધ્યા ખાતે રામમંદિરના ભૂમિ પૂજનને લઈ સર્વત્ર અનેરા ઉત્સાહનો માહોલ છે. ત્રીસ વર્ષ પૂર્વે સોમનાથની સંકલ્પ ભૂમિ પર ભાજપાના અગ્રણી નેતા લાલકૃષ્ણ અડવાણીએ, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સંકલ્પ સાથે, સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા યોજી હતી. આજના પાવન દિવસે અયોધ્યામાં થનારા ભૂમિપૂજનને ધ્યાનમાં લઇને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાન ચાલીસા, મહાપૂજા, દીપમાળા અને સુંદરકાંડના પાઠ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યાં છે.
